Similar Posts

મંદિરનું સ્થાપત્ય અને ઐતિહાસિક પુરાવા
મંદિરના બાજુમાં આવેલી પ્રાચીન વાવ (stepwell)
આ ધામના વૈભવ અને ઐતિહાસિક મહત્ત્વની સાક્ષી આપે છે. ઈડરના મહારાજા દ્વારા રચાયેલ શિલાલેખ આજે પણ આ પવિત્ર સ્થાનના ઈતિહાસને જીવંત રાખે છે.
આજનો સમય — ભક્તિ, સેવા અને ચમત્કારનું કેન્દ્ર
આજે શ્રી કાલભૈરવ ધામ, બોલુંદ્રા માત્ર મંદિર નથી પણ ભક્તિ, ચમત્કાર અને સેવા નો જીવં પ્રતિબિંબ છે. અહીંની દિવ્ય ઉર્જા દરેક ભક્તને શાંતિ, શક્તિ અને આશીર્વાદ આપે છે.

ધાર્મિક પરંપરાનો વિકાસ
દર રવિવારે હજારો ભક્તો દાદાના દર્શન માટે પધારે છે.
નવરાત્રી નોમનું હવન, કાલી ચૌદસ મહાહવન, અને કાલભૈરવ જયંતિના પ્રસંગોએ મહામંડપમાં સંગીતમય હવન અને સુખડી પ્રસાદ વિતરણ થાય છે.
૩,૦૦૦ કિલોથી વધુ સુખડીનો પ્રસાદ વિતરણ આ ધામની પરંપરા બની ગયો છે.
ઉદયપુરના મહારાજાની કથા
તે સમય દરમિયાન ઉદયપુરના મહારાજાએ સંત મોતીવન બાવાજીનો અપમાન કર્યો. સંતે ભગવાન કાલભૈરવની આરાધના કરી અને તેમનાં આશીર્વાદથી ઉદયપુરના રાજમહેલમાં અચાનક ધ્રુજારી ફાટી નીકળી. મહારાજા સમજી ગયા કે સંતના ચમત્કાર પાછળ ભૈરવદેવની શક્તિ કાર્યરત છે. તેઓ બોલુંદ્રા આવ્યા, બાવાજી પાસે માફી માંગી, અને દર વર્ષે મંદિરમાં વર્ષાસન આપવાનું વચન આપ્યું.

સિદ્ધસંતોની પ્રાણપ્રતિષ્ઠા
સંત મોતીવન બાવાજી અને રતપરી બાવાજીએ
દાદાની કાષ્ઠ મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી, તેણે સિદ્ધ સ્વરૂપ આપ્યું અને અહીં જીવંત સમાધિ લીધી. તેમની સમાધિઓ આજે પણ મંદિર પરિસરમાં ભક્તિ અને ચમત્કારના સાક્ષી તરીકે સ્થિત છે.
આધુનિક યુગ – મંદિર ટ્રસ્ટ અને પુનઃનિર્માણ
વર્ષ 2008માં મંદિરનું જીર્ણોદ્ધાર અને પુનઃનિર્માણ
સ્થાનિક ભક્તો અને ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું. આજે ધામમાં વિશાળ પ્રાંગણ, શિખરબંધી મંદિર, હવનકુંડ અને ભક્તિ કાર્યક્રમો માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

