ભયનો નાશ કરનાર, સમયના રક્ષક અને ન્યાયના દેવ — ભગવાન કાલભૈરવ
ભગવાન કાલભૈરવ – ભગવાન શિવનો રૌદ્ર સ્વરૂપ
ભગવાન કાલભૈરવ એ ભગવાન શિવના અંશાવતાર અને રૌદ્ર સ્વરૂપ છે.
તેઓ ભયનો નાશ કરનાર, ધર્મના રક્ષક અને સમયના નિયંત્રણકર્તા તરીકે જાણીતા છે.
તેમની ઉપાસના દ્વારા ભક્તો દુઃખ, ભય અને અશાંતિથી મુક્ત થાય છે અને
જીવનમાં શક્તિ, શૌર્ય અને આત્મશાંતિનો અનુભવ કરે છે.

કાલભૈરવની ઉત્પત્તિ કથા
પ્રથમ કથા – બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ સુધીની યાત્રા
એક પૌરાણિક કથાનુસાર, બ્રહ્માજીએ સમગ્ર સૃષ્ટિની રચના કર્યા બાદ પૃથ્વી પર મૃત્યુ ન થવાને કારણે ભાર વધ્યો. બ્રહ્માજીએ મૃત્યુ દેવીનું સર્જન કર્યું, પણ તેણે પ્રાણીઓને મારવાનો આદેશ સ્વીકાર્યો નહીં. બ્રહ્માજીએ સમજાવ્યું કે શરીરનું અંત કરવાનું તેનું કાર્ય છે, આત્મા અમર છે.
સમયના પ્રવાહમાં પૃથ્વી પર પાપ વધવા લાગ્યાં. બ્રહ્માજી અસમર્થ દેખાયા ત્યારે ભગવાન શિવે પૂછ્યું “આ પાપનો નાશ કેવી રીતે કરશો?” જ્યારે બ્રહ્માજી પાસે ઉત્તર ન હતો, ત્યારે શિવજીના ક્રોધમાંથી કાલભૈરવ પ્રગટ થયા.
કાલભૈરવે તેમના નખથી બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું. તે કારણે તેમને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પછી તેઓ ત્રણેય લોકમાં ભ્રમણ કરતા રહ્યા, પણ પાપમુક્તિ ન મળી અંતે જ્યારે કાલભૈરવ કાશી (વારાણસી) પહોંચ્યા, ત્યારે તેઓ પાપમુક્ત થયા અને ત્યાંથી જ કાશીના રક્ષક દેવતા બન્યા. તે સમયે આકાશવાણી થઈ “ભૈરવ, તું અહીં નિવાસ કર અને આ પવિત્ર નગરીની રક્ષા કર.
તેથી કાલભૈરવને આજે પણ કાશી ના કોઠવાલ તરીકે પૂજવામાં આવે છે.
બીજી કથા – બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેનો વિવાદ
અન્ય એક પૌરાણિક કથાનુસાર, એક વખત બ્રહ્માજી અને વિષ્ણુજી વચ્ચે એ મુદ્દે વિવાદ થયો કે બંનેમાં શ્રેષ્ઠ કોણ છે. ભગવાન શિવે આ વિવાદ સમાધાન કરવા એક સભા બોલાવી, જ્યાં ઋષિ, સિદ્ધો અને દેવતાઓ ઉપસ્થિત હતા.
નિર્ણય વિષ્ણુજી સ્વીકારી લે છે, પણ બ્રહ્માજી અહંકારવશ શિવજીનું અપમાન કરે છે. શિવજીના ક્રોધમાંથી જ ભૈરવજીનો જન્મ થયો, જે હાથમાં દંડ ધારણ કરીને શ્વાન (કૂતરા) પર સવાર હતા. તેમનો રૂપ અત્યંત ભયંકર અને દૈવી તેજથી ભરેલો હતો.
ભૈરવજીએ બ્રહ્માજીનું પાંચમું મસ્તક કાપી નાખ્યું, જેના કારણે બ્રહ્માજીને પોતાની ભૂલનો અહેસાસ થયો. બ્રહ્મા અને વિષ્ણુએ ભૈરવજીની વંદના કરી, અને ભૈરવદેવ શાંત થયા.
શિવજી એ ભૈરવને આદેશ આપ્યો “બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થવા તું પૃથ્વી ભ્રમણ કર.જ્યાં તારા હાથમાંથી બ્રહ્માજીનું મસ્તક જમીન પર પડશે, ત્યાં જ તારી સ્થાપના થશે.”
કાલભૈરવની આ યાત્રા કાશીમાં સમાપ્ત થઈ,અને ત્યાં જ તેઓ રક્ષક દેવતા તરીકે બિરાજમાન થયા.
બોલુંદ્રા ધામમાં કાલભૈરવ સ્વરૂપ
બોલુંદ્રા (ઈડર) ખાતે બિરાજમાન શ્રી કાલભૈરવદાદા સિદ્ધ સ્વરૂપે પૂજાય છે.
અહીં દાદાના દર્શનથી દુઃખ, ભય, અશાંતિ અને ગ્રહદોષનો નાશ થાય છે.
ભક્તો કહે છે “દાદાના દર્શનથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે.”
🔱 જય શ્રી કાલભૈરવ 🔱
📍 શ્રી કાલભૈરવ ધામ, બોલુંદ્રા — શક્તિ, શૌર્ય અને શાંતિનું કેન્દ્ર.
કાલભૈરવ મંત્ર અને ઉપાસના
કાલભૈરવ જયંતિ (કારતક વદ આઠમ) ના દિવસે ભક્તો નીચેના મંત્રો વડે ભગવાન કાલભૈરવની પૂજા કરે છે. આ મંત્રોના જાપથી જીવનમાં રહેલા અવરોધો, ભય અને દુશ્મનોથી મુક્તિ મળે છે, અને વ્યવસાય, ધર્મ, કર્મમાં વૃદ્ધિ થાય છે.
- કાલભૈરવાય નમઃ
- ભયહરણં ચ ભૈરવઃ ।
- હ્રીં બટુકાય આપદુદ્ધારણાય કુરુ કુરુ બટુકાય હીં!
- હં ર્ષ નંગ કં સંખં મહાકાલ ભૈરવાય નમઃ ।
- ૐ ભ્રાં કાલભૈરવાય ફટા ।
